Our Inspiration

અમારા પ્રેરણાસ્ત્રોત

એવું કહેવાય છે કે શાસનસેવા માટે આત્મવિશ્વાસ જોઈએ અને પ્રભુભક્તિ માટે સમર્પણ. જયારે આ બન્ને માટે પ્રેરણા જોઈએ. અમારા મંડળના સ્થાપક ગુરુદેવ પ.પૂ. આ. ભ. શ્રી વિજય હેમરત્ન સૂરીશ્વરજી મ.સા. ની અનુભવ વાણી એ અમારો મુખ્ય પ્રેરણાસ્તોત્ર બની રહી છે. એ ગુરૂદેવશ્રીનું એક વચન આજે પણ અમારા કર્ણ પર ગુંજતું રહ્યું છે

" પ્રાર્થના એ તો પરમાત્માનો મોબાઈલ નંબર છે, આપણે જો નેટવર્ક માં હશુ તો રીંગ વાગશે જ...."

આ ઉપરાંત જિનશાસનની આન, બાન, શાન વધારવામાં સર્વસ્વ ન્યોછાવર કરનારા અને મહાપુરુષો અને શાસન પ્રભાવકો તેમજ શ્રીસંઘ ની એકતા તેમજ દેવ ગુરુ ના આશિષ એ અમારા પુરુષાર્થ અને પ્રેરણાની પાવરબેન્ક બની રહ્યાં છે...

Our Objectives

અમારા હેતુઓ

અમારા શ્રી ભાવનગર સંઘની એકતા અને અખંડિતતા એ અમારા મંડળ માટે મુખ્ય આદર્શ રૂપ છે અને એ જ પગલે અમારો પણ મૂળ ઉદેશ ભારતભર ના શ્રી સંઘો ને એકતાંતણે બાંધવા દ્વારા જિનશાસનની દિવ્યધજાને ઉચ્ચ ગગને લહેરાવાનો મુખ્ય હેતુ છે. જેમાં

  • તીર્થસેવા
  • સાધુ સાધ્વી વૈયાવચ્ચ
  • જીવદયા
  • અનુકંપા
  • પાઠશાળા ઉત્કર્ષ
  • સાધર્મિક વાત્સલ્ય
વી. જેવા પરિબળો દ્વારા આ હેતુ સિધ્ધ કરવાનો અમારો અથાગ પ્રયત્ન છે.

Our Mission

અમારું મિશન

જેમ દવા લેવી સહેલી છે પણ પરેજી પાળવી અઘરી છે, જેમ ગાથા ગોખવી સહેલી છે પણ પાકી કરવી અઘરી છે, જેમ પ્રભુ ની પૂજા કરવી સહેલી છે પણ પ્રભુ ની આજ્ઞા પાળવી અઘરી છે એ ન્યાયે પ્રભુ ના વચનો ની પૂજા કરતા-કરતા,પ્રભુઆજ્ઞા માં રહી ને પ્રભુ એ બતાવેલા માર્ગે જિનશાસનના આચારો ના નિચોડ ને નવી પેઢી સુધી પહોંચાડવા નું અમારુ મુખ્ય મિશન છે.

વધુ ને વધુ યુવાનો શાસનસેવા તરફ પ્રેરાય અને "ધમ્મીય જણ સંસગ્ગો" રૂપી કર્તવ્ય દ્રારા શાસનસેવા નું બીજ રોપાય અને એ બીજ દ્રારા વટવૃક્ષ જિનશાસનની આન બાન અને શાન વધારતું રાખે એ છે અમારુ મિશન છે.

આ મિશન માં અમને દેવ-ગુરુ ના વિશેષ આશીર્વાદ ભારતભર ના શ્રી સંઘો નો સાથ અને ઉલ્લાસ , વડીલો નું માર્ગદર્શન સાથે યુવાશક્તિ નું સંગઠન બળ ઇંધણરૂપે પ્રાપ્ત થઇ રહીયુ છે અને ઉત્તરોઉત્તર પ્રાપ્ત થતું રહેશે એવી અમને ખાતરી છે.

Our Vision

અમારો દ્રષ્ટિકોણ

શાસનપતિ પ્રભુવીરનું શાસન જે આપણને અંનતા પુણ્યના પ્રભાવે પ્રાપ્ત થયું છે તે શાસનનો અને શાસનપતિ નો આપણા પરનો ઉપકાર કે રીતે ઋણ સ્વરૂપે અદા કરી શકાય ? તો મનમાં એક સુંદર વિચાર સ્ફૂરિયો ... પ્રભુનાં શાસન માં રહી ને તેમના શાસન ની પ્રભાવના કરવા દ્વારા તેમજ જિનશાસનનાં વિવિધ કર્યો કરવા દ્વારા જિનશાસનના મૂળભૂત સિદ્ધાંતો પર આજના યુવાનોને દોરવાનો પ્રયાસ શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ નું long term vision .....

શાસનરક્ષા- સંસ્કૃતિરક્ષા- સાધર્મિક ઉત્કર્ષ અને સ્વાધ્યાયના માર્ગ પર પાપા-પગલી કરતાં કરતાં સિદ્ધગતિ તરફ જવાનું અમારું vision .....

"અમે મહાન છીએ" એમ બતાવવા કરતા "આપણું શાસન મહાન છે" એ બતાવવા તરફ હર હંમેશ તત્પર અને કાર્યશીલ રહેવા અમારું vision .....

Total Years

Total Members

Total Projects/Activities

Awards-Certificate

Our Activities

દર મહિને એકવખત ધર્મસભા

જ્ઞાનગોષ્ટી અને તત્વોની વાતો આધારિત સ્વાધ્યાય અર્થે દરમહિને મંડળના સભ્યો માટે થતું સામુહિક મિલન એટલે ધર્મસભા અને મંડળનું હાર્ટ સ્વરૂપ કાર્ય....

ત્રિ-દિવસીય ગિરિરાજ સેવા

તીર્થભક્તિ, તીર્થરક્ષા ના હેતુસહ ભારતભરના તમામ જૈન સંઘોના યુવાનો ઘ્વારા શ્રી શત્રુંજય ગિરિરાજ ખાતે કરતી  ત્રિ-દિવસીય ગિરિરાજ સેવા

ફાગણ સુદ ૧૩ વ્યવસ્થા

પાલીતાણા ની  છ' ગાઉની યાત્રા દરમ્યાન યાત્રિકોની સુખાકારી માટે તળેટી થી શરુ કરી પાલ સુધી વિવિધ સ્થળોએ કરતી વ્યવસ્થા જે મંડળના દરેક સભ્યો માટે ફરજીયાત કાર્ય છે

શત્રુજય તીર્થપતિ શ્રી આદિનાથદાદાની સાલગીરી, Mission 500

શ્રી શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાની ૫૦૦મી સાલગીરીના અનુસંધાને ૭ ક્ષેત્રને ઉપલક્ષએ થતું કાર્ય એટલે મિશન ૫૦૦

સાધુ-સાધ્વી ભ. વૈયાવચ્ચ

ભાવનગરની આજુબાજુ તેમજ પાલીતાણા ખાતે સાધુ-સાધ્વીજી ભગવંતોને ઉપયોગી વસ્તુઓ વહોરાવવા ઘ્વારા થતી વૈયાવચ્ચ

અનુકંપા

શ્રી શત્રુંજય ગિરિરાજ પરથી એકત્ર કરેલ ફળ-નૈવેદ ને વ્યવસ્થિત વર્ગીકૃત કરી ભાવનગર તેમજ પાલીતાણા શહેરના આજુબાજુના ગામોમાં  અને શાળાઓમાં દાદાની પ્રસાદી સ્વરૂપે કરતી ભક્તિ

Our Achivements

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી

તીર્થ ભક્તિ અનુમોદના પત્ર

શેઠ કાળા મીઠા પેઢી - શ્રી ઘોઘા જૈન સંઘ

શેઠ કાળા મીઠા પેઢી - શ્રી ઘોઘા જૈન સંઘ

અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

સત્કાર્ય સન્માન સમિતિ

સત્કાર્ય સન્માન સમિતિ

શ્રી જયત્રિભુવન પાર્શ્વધામ ૭૨ જિનાલાય - મેડચલ

શ્રી જયત્રિભુવન પાર્શ્વધામ ૭૨ જિનાલાય - મેડચલ

ઇન્ડિયા પ્રથમ  - જૈન એલર્ટ ગ્રુપ ૨૦૨૨

ઇન્ડિયા પ્રથમ - જૈન એલર્ટ ગ્રુપ ૨૦૨૨

ગણિપદપ્રદાન  ઉત્સવ સમિતિ

ગણિપદપ્રદાન ઉત્સવ સમિતિ

શાસનનિષ્ઠા એવોર્ડ

શાસનનિષ્ઠા એવોર્ડ

અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ

અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ

૧૫મુ રાષ્ટ્રીય અધિવેશન (૨૦૧૫)

જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ

જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ

જીત પરિવાર (ટીમ ભાવનગર)

શ્રમણ આરોગ્યમ મેડિકલ કેમ્પ

શ્રમણ આરોગ્યમ મેડિકલ કેમ્પ

પાલીતાણામાં બધા જ સાધુ સાધ્વીજી ભગવંતો નો વૈયાવચ્ચ નો લાભ

શ્રમણ આરોગ્યમ મેડિકલ કેમ્પ

શ્રમણ આરોગ્યમ મેડિકલ કેમ્પ

પાલીતાણામાં બધા જ સાધુ સાધ્વીજી ભગવંતો નો વૈયાવચ્ચ નો લાભ

શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ મંડળ

શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ મંડળ

પ્રભુ પ્રવેશ , અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ

સંયમનો શણગાર

સંયમનો શણગાર

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા

કૃષ્ણનગર જૈન સોસાયટી

કૃષ્ણનગર જૈન સોસાયટી

જય જિનશાસનમ એવોર્ડ

જય જિનશાસનમ એવોર્ડ

રાણકપૂર યાત્રા

રાણકપૂર યાત્રા

શાસન સેવિકા

કલ્યાણકભૂમિ યાત્રા પ્રવાસ

કલ્યાણકભૂમિ યાત્રા પ્રવાસ

Recent Blogs

નવ તત્વો (સિદ્ધાંતો),  Nine Tattvas (Principles)
  • 28 June 2021
  • 112

નવ તત્વો અથવા સિદ્ધાંતો એ જૈન દર્શનનો સૌથી મહત્વપૂર્ણ વિષય છે. તે જૈન ધર્મના કર્મ સિદ્ધાંત સાથે સંબંધિત છે, જે મુક્તિના માર્ગ માટે આધાર પૂરો પાડે છે.

Read More

શ્રાવક જીવનની પૂર્વે માર્ગાનુસારીના ૩૫ ગુણોની ભૂમિકા
  • APRIL 04 2020
  • 42

માર્ગને અનુસરનાર તે માર્ગાનુસારી . મોક્ષમાં જવાના માર્ગ પર ગમન કરતા જીવને માર્ગાનુસારી કહેવાય છે . તેના ૩૫ ગુણો છે . તે આ પ્રમાણે . સંક્ષિપ્ત રીતે...

Read More

શ્રી મહાવીર સ્વામી પાટ પરંપરા